Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ, ક્યાં વરસ્યો સૌથી વધુ?
હવામાન વિભાગે આજે ગુજરાતના 10 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાનો સમાવેશ થાય છે. કચ્છ, મોરબી,જામનગરમાં અને રકા,પોરબંદર,બનાસકાંઠા, પાટણ, નવસારી,વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શકયતાને જોતા વરસાદનું યલો એલર્ટ આપવાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ વરસ્યો.
હવામાન વિભાગની આગાહી મુજબ 3 ઓગસ્ટ સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લામાં છુટછવાયો વરસાદ વરસી શકે છે. ગત 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તે અંગે આંકડાવાર વાત કરીઓ તો છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પાટણમાં સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે..
હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ કચ્છની સાથે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં આજે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું (heavy rain) અનુમાન કરવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની (heavy rain) આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.