(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Weather Updates | સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા અમદાવાદને લઈને કરાઈ સૌથી મોટી આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ હાલ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં જ થંભી ગયું છે. જેના કારણે છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે 22 જૂન બાદ સારા વરસાદના એંઘાણ હવામાન વિભાગે આપ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 22 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનિય છે કે, હાલ સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 22 જૂનથી 29 જૂન સુધીમાં ચોમાસુ રાજ્યમાં દરેક જિલ્લામા પહોંચી જતાં 20થી 30 જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદનુ અનુમાન છે..
હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે સારા ચોમાસાની શક્યતા હતી, પરંતુ જૂન મહિનાનો અડધો ભાગ પૂરો થવા છતાં રાજ્યમાં ઘણા ભાગોમાં હજુ સુધી ચોમાસું સક્રિય થયું નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ ઓછો વરસાદ છે જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે.