Gujarati Woman Shot Dead In US: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, સાઉથ કેરોલિનામાં લૂંટના ઈરાદે બુકાનીધારીએ કર્યુ ફાયરિંગ
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા. સાઉથ કેરોલિનામાં છેલ્લા 23 વર્ષથી રહેતા બોરસદના કિરણબેન પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.. 49 વર્ષીય કિરણબેન પટેલ એક સ્ટોર ચલાવતા હતા. ત્યારે જ લૂંટના ઈરાદે આવેલ બુકાનીધારી શખ્સે સ્ટોરમાં ઘુસીને આડેધડ ફાયરિંગ કરીને કિરણબેનની હત્યા કરી નાંખી. 16 સપ્ટેમ્બરે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં કિરણબેન સ્ટોર પર એકલા હતા. ત્યારે જ બુકાનીધારી શખ્સ હાથમાં બંદુક લઈને સ્ટોરમાં ઘુસ્યો.. કિરણબેન કઈ સમજે તે પહેલા જ ફાયરિંગ કર્યુ. કિરણબેને કાઉન્ટર પડેલ ખાલી બોટલ ફેંકીને સ્ટોરની બહાર દોડી ગયા હતા. જો કે બુકાનીધારી શખ્સ કિરણબેનની પાછળ અંધાધુંધ ફાયરિંગ કરતો સ્ટોરની બહાર ગયો હતો. ફાયરિંગમાં ગોળી વાગવાથી કિરણબેનનું મોત નિપજ્યુ.. કિરણબેનના મોતથી અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતી સમાજમાં ઘેરા શોની લાગણી ફેલાઈ છે.. કિરણબેનને બે સંતાનો છે.. જેમાં પુત્ર યુકે તો પુત્રી કેનેડામાં રહે છે. 20 સપ્ટેમ્બરે 11 વાગ્યે અમેરિકામાં કિરણબેનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.




















