Banaskantha Heavy Rain: બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
બનાસકાંઠા જિલ્લામાં આભ ફાટ્યું હતું. છેલ્લા 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 24 કલાકમાં ભાભરમાં 12.91,વાવમાં 12.56 ઈંચ વરસાદ અને થરાદમાં 11.73 ઈંચ, દિયોદરમાં 6.69 ઈંચ વરસાદ વરસ્યો હતો. મૂશળધાર વરસાદથી સૂઈગામમાં નદી-નાળા છલકાયા હતા. ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા.
બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલ સવારથી અત્યાર સુધી ખાબક્યો છે 12 ઈંચ વરસાદ વરસ્યો હતો. થરાદની ગણેશ મહાલક્ષ્મી સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા હતા. થરાદ તાલુકા પંચાયત કચેરી પાસે પણ કેડ સમા પાણી ભરાયા હતા.
ધોધમાર વરસાદથી થરાદમાં રસ્તાઓ પાણી પાણી થયા હતા. થરાદમાં મુખ્ય બજારમાં જવાના રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.


















