Gujarat Rains Forecast: 21 ઓગસ્ટ રાજ્યમાં સર્જાશે મેઘતાંડવ, હવામાન વિભાગે કરી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 21 ઓગસ્ટે સાર્વત્રિક ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યું છે. 22થી 25 ઓગષ્ટના રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે. સૌરાષ્ટ્રમાં 23 ઓગષ્ટ સુધી તોફાની પવન સાથે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને જામનગર, વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, ભરૂચ, તાપી, ડાંગમાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ચાર- ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ મુશળધાર વરસાદ વરસશે.


















