Junagadh Flood : જૂનાગઢમાં ધોધમાર વરસાદ, ધારાસભ્ય લાડાણીના મતવિસ્તારના 9 ગામો બન્યા સંપર્ક વિહોણા
Junagadh Flood : જૂનાગઢમાં ધોધમાર વરસાદ, ધારાસભ્ય લાડાણીના મતવિસ્તારના 9 ગામો બન્યા સંપર્ક વિહોણા
જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું હતું. મેંદરડા તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. મેંદરડા તાલુકાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. 10 ઈંચ વરસાદથી મેંદરડામાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ ગઇ હતી. મૂશળધાર વરસાદથી મેંદરડામાં નદી-નાળા છલકાયા હતા. ભારે વરસાદને પગલે માણાવદરના 9 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. આ અંગે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ વાત પણ કરી હતી.
મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. જૂનાગઢ બગડું ગામેથી પસાર થતી બંધુકિયા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. મેંદરડાના ચિરોડા, ચોરેશ્વરમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો.




















