Ambalal Patel Prediction: આ તારીખ બાદ સૌરાષ્ટ્રમાં પડશે મુશળધાર વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મેઘરાજા જતા જતા ગુજરાતને ઘમરોળશે. અંબાલાલ પટેલે રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી કરી છે. 5થી 8 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડી શકે છે. 5થી 8 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની તેમણે આગાહી વ્યક્ત કરી છે.
તેમની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ અને પવન સાથે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસશે. અનેક વિસ્તારમાં 4થી10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. નર્મદા ડેમમાં પાણીનું સ્તર વધવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે.
















