Junagadh News: જૂનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં ગુંડાગર્દી, ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 11મા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને તેના જ હોસ્ટેલના અન્ય વિદ્યાર્થી દ્વારા બેફામ માર મારવામાં આવ્યો હતો. આ ઘટના એક મહિના પહેલા બની હોવા છતાં, સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તેને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, તાજેતરમાં આ માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે, જેના કારણે વાલીઓમાં ભારે રોષ અને ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.
જૂનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં ગુંડાગર્દીની ઘટના મુદ્દે વાલીઓમાં પણ રોષ છે. વિદ્યાર્થીના વાલીઓ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે.. સ્કૂલ સંચાલકને મળવા ન દેવાયા હોવાનો વાલીઓનો આરોપ છે. લાંબા સમય સુધી સ્કૂલ પર બેસાડી રાખ્યાનો વાલીઓએ સ્કૂલ સંચાલક પર આરોપ લગાવ્યો છે.. તો બીજી તરપ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પણ આવી ઘટના શિક્ષણ જગત માટે રેડ સિગ્નલ સમાન ગણાવીને ખાનગી સ્કૂલોને આવી ઘટના બને તો તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી. સાથે જ ખાનગી સ્કૂલો પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે તેમ પણ જણાવ્યું.




















