Sanyukt Vimochan 2024: પોરબંદરમાં લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કરતબનું પ્રદર્શન
પોરબંદરમાં સંયુક્ત વિમોચન ૨૦૨૪માં ક્ષમતા પ્રદર્શન અને ઔદ્યોગિક પ્રદર્શન ઈવેન્ટનું આયોજન કરાયું. જેમાં નેવી, આર્મી, એરફોર્સ, NDRFએ સંયુક્ત એકસરસાઈઝ કરી. અને રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું...આ આયોજનનો મુખ્ય હેતુ શોધ અને બચાવનો છે. કાર્યક્રમમાં સંરક્ષણ ઉદ્યોગના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું.. આ કવાયતમાં ભારતના અન્ય મિત્ર દેશો કતાર, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને વિયેતનામ પણ જોડાયા..
આજે પોરબંદર ચોપાટી ખાતે સંયુક્ત વિમોચન - ૨૦૨૪ એકસરસાઈઝ યોજાઇ હતી જેમાં તમામ સેના જોઈન્ટ એક્સરસાઇઝ કરી હતી. દેશના વિવિધ ભાગોમાં અવારનવાર પુર, હોનારત, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે, આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં સેના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે ચોપાટી ખાતે નેવી, આર્મી, એરફોર્સ, એન.ડી. આર.એફ. દ્વારા સંયુક્ત એકસરસાઈઝ કરવામાં આવી અને રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું . આ આયોજન નો મુખ્ય હેતુ શોધ અને બચાવનો છે તેની સાથોસાથે સંરક્ષણ ઉદ્યોગના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું ડિઝાસ્ટર રીસ્પોન્સ ટુલ્સ, વિવિધ તબીબી સાધનો, સર્વાઈવલઈકવીપમેન્ટ, શોધ અને બચાવ માટેના સાધનો, એડવાન્સ કોમ્યુનિકેશન સીસ્ટમ, ડિઝાસ્ટર લોજીસ્ટીક સોલ્યુશન્સ, કલીન એન્ડ ગ્રીન એનર્જી, સ્મોલ આર્મ્સ, ફાયર પાવર સહિત વિવિધ પ્રકારની આધુનિક ટેકનોલોજી પ્રદર્શિત કરવાં આવી હતી આ કવાયત માં ભારતના અન્ય મિત્ર દેશો કતાર, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા,બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, મલેસીયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને વિયેતનામ પણ જોડાયા હતા આ ઉપરાંત ઇન્ડીયન આર્મી, ફીકકી ઈન્ડસ્ટ્રી એકસપોઝીશન, 'સંયુક્ત વિમોચન - ૨૦૨૪' ચોપાટી ખાતે યોજાયું હતું