Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?
ભાવનગર ખાતે યોજાયેલા કોંગ્રેસના સંવાદ કાર્યક્રમમાં અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુંમરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, આજથી ત્રણ મહિના પહેલા કોંગ્રેસના એક પણ ઉમેદવાર ગુજરાતમાં ચૂંટણી લડી શકે તેવી પરિસ્થિતિમાં નહોતા. ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે માનનીય પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીના મુખે મા સરસ્વતી બિરાજમાન હ,તી જે કેટલાય સમયથી કોપાય માન થયા અને ગુજરાતનું વાતાવરણ પલટવાનું શરૂ થયું. ભાવનગર આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જેનીબેન અને ગેનીબેનના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું, કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની આ ચૂંટણીમાં મહિલા સન્માન મોટું કરી દીધું છે. શક્તિસિંહ ગોહિલે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા જાહેર મંચ ઉપરથી કહ્યું કે આ ચૂંટણી હીરો આધારિત નહીં પણ હીરોઈન આધારિત રહી છે. ગુજરાતમાં જ્યાં કોઈ ઉમેદવાર પુરુષના નામ લેવાતા નહોતા તે દરેક જગ્યા પર જેનીબેન અને ગેનીબેનના નામ લેવાતા હતા.