Nal Se Jal scam in Mahisagar: મહિસાગર જિલ્લામાં નલ સે જલ કૌભાંડમાં મોટી કાર્યવાહી
મહિસાગર નલ સે જલ કૌભાંડમાં જિલ્લાના ભાજપ હોદ્દેદારની જ સંડોવણી બહાર આવતા ખળભળાટ મચી ગયો. CID ક્રાઈમની ટીમે નલ સે જલ કૌભાંડમાં લુણાવાડા તાલુકા યુવા ભાજપના પ્રમુખ ચિરાગ પટેલ સહિત બેની ધરપકડ કરી.
મહિસાગર નલ સે જલ કૌભાંડમાં જિલ્લાના ભાજપ હોદ્દેદારની જ સંડોવણી બહાર આવતા ખળભળાટ મચી ગયો. CID ક્રાઈમની ટીમે નલ સે જલ કૌભાંડમાં લુણાવાડા તાલુકા યુવા ભાજપના પ્રમુખ ચિરાગ પટેલ સહિત બેની ધરપકડ કરી. ચિરાગ પટેલ અને કે.ડી. વણકર એજન્સી સાથે સંકળાયેલા હોવાથી બંનેની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી. મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વાસ્મો કચેરીના અધિકારી સહિત કુલ 12 વ્યકિત સામે ગુનો નોંધાયો છે... જેમાં અગાઉ CID ક્રાઈમે વાસ્મોના બે કર્મચારીની ધરપકડ કરી હતી. જ્યારે હવે ભાજપ હોદ્દેદાર સહિત બેની ધરપકડ કરી છે.




















