Modasa Flood : મોડાસામાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદથી તારાજી, ધારાસભ્ય ધવલસિંહે શું કરી મોટી જાહેરાત?
Modasa Flood : મોડાસામાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદથી તારાજી, ધારાસભ્ય ધવલસિંહે શું કરી મોટી જાહેરાત?
અરવલ્લીના મોડાસાના મોતીપુરામાં આભ ફાટ્યું હતું. મોતીપુરામાં બે કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા. મોતીપુરામાં તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા હતા. બે કલાકમાં આઠ ઇંચ વરસાદે વિસ્તારને ઘમરોળ્યો હતો. 200 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. તે સિવાય મોતીપુરા,ખોડિયારનગરના લોકો ગામમાં ફસાયા હતા. 15 ગામોમાં જવાનો માર્ગ બંધ થતા વાહન વ્યવહારને અસર થઇ હતી. પાણીના પ્રવાહમાં એક બાઇક પણ તણાયું હતું. ભારે વરસાદના કારણે મગફળી,બાજરીનો પાક પાણીમાં ગરકાવ થયો હતો.અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મોડાસાના સાયરા, વાણિયાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાયરા ગામ તરફ જતા રોડ-રસ્તા પર પાણી ભરાયા હતા. રસ્તા પર નદીની જેમ પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણીનો ભરાવો થતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોડાસાના માઝૂમ ડેમમાંથી પાણી છોડાયું હતું. માઝૂમ ડેમમાંથી 5 હજાર ક્યૂસેક પાણી છોડાયું હતું. મોડાસા-ધનસુરા-બાયડના 39 ગામને એલર્ટ કરવામાં આવ્યો હતો. અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસાના વરથુ ગામે ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા હતા. અરવલ્લીના ડુંગર વિસ્તારના પાણી ગામમાં વહેતા થયા હતા. વરથુ ગામમાં પાણીથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.



















