Gujarat Rain Forecast | ગુજરાત પર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat Rain Forecast:રાજ્યના મોટાભાગના જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદની (rain) હવામાન વિભાગે (Meteorological Department) આગાહી (forecast) વ્યક્ત કરી છે.. કચ્છ-સૌરાષ્ટ્રના 11, દક્ષિણ ગુજરાતના સાત, મધ્ય ગુજરાતના આઠ, તો ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં આજે ઝરમર વરસાદ (rain) વરસી શકે છે.
કચ્છ-સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદરમાં આજે છુટાછવાયા સ્થળો પર હળવો વરસાદ (rain) વરસી શકે છે.. તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે તાપી, નવસારી, વલસાડમાં હળવો વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઝરમર વરસાદ વરસી શકે છે. તો મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી છે.
ઉત્તર ગુજરાતના છ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં મોસમનો મિજાજ બદલાય શકે છે.
ચોમાસાની સિઝનમા જળાશયોની સ્થિતિ
ચોમાસાની સિઝનમાં વરસેલા વરસાદથી 207 પૈકી રાજ્યના 117 જળાશયો છલાછલ ભરાઇ ચૂક્યાં છે. . કચ્છ-સૌરાષ્ટ્રના 97 ડેમ સંપૂર્ણ ભરાઇ ચૂક્યા છે. તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના નવ નવ અને ઉત્તર ગુજરાતના બે ડેમ ભરાઇ ચૂક્યાં છે.પાણીની ભારે આવકથી રાજ્યના 164 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી પૈકી 90 ટકાથી વધુ ભરાયેલા 145 ડેમ હાઈએલર્ટ પર છે જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 12 ડેમ એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા સાત ડેમ વોર્નિંગ પર છે.
ચોમાસાની સિઝનનો કેટવો વરસાદ વરસી ચૂક્યો છે.
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 124.47 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા ખાબકી ચૂક્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.64 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 128.18 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો 120.46 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 107.34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.





ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
