Nita Chaudhary | ફરાર લેડી કોન્સ્ટેબલ હવે પોલીસના સંકજામાં, બુટલેગરની સાસરીમાં સંતાઈ હતી
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીને ગુજરાત ATS ઝડપી પાડી છે. સુરેન્દ્રનગરના લીમડી પાસેના ગામમાં નીતા ચૌધરી રોકાઈ હતી. આરોપી બુટલેગરના સગાને ત્યાં નીતા ચૌધરી રોકાઈ હતી. ગુજરાત ATS નીતા ચૌધરી ધરપકડ કરી ATS કચેરી લાવવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા જામીન પર રહેલા નીતા ચૌધરીના જામીન રદ્દ થતા લાપતા થયા હતા. ભચાઉ સેસન્સ કોર્ટે જામીન ના મંજુર કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. જેને લઈ તે લાપતા થઈ હતી. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નીતા ચૌધરીને ઝડપવા ચક્રો ગતિમાન કરાયા હતા. LCB, SOG, ભચાઉ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવાઈ હતી.
CID ક્રાઈમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે ઝડપાઈ હતી. સફેદ થારમાંથી દારૂ મળી આવવા સાથે PSI પર થાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. બંને સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતાં રિમાન્ડ નકારી બીજા દિવસે નીતા ચૌધરીને નીચલી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.