Gujarat Politics: ગુજરાતની રાજનીતિમાં OBC નેતાઓનો દબદબો, AAP, કોંગ્રેસ બાદ હવે ભાજપમાં...
ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ લગભગ નક્કી જ છે. આજે તેમણે ફોર્મ ભરી દીધુ છે. તેમની સામે કોઈ અન્યએ ફોર્મ ભર્યું નથી તેથી તેઓ બિનહરીફ પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાશે તે નક્કી છે. તમને જણાવી દઈએ કે, નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમાજમાથી આવે છે. આ પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઓબીસી નેતાને કમાન સોંપી ચૂકી છે.
OBC નેતૃત્વ પર ત્રણ મુખ્ય પક્ષોનો ભરોસો
ગુજરાતની રાજનીતિમાં હવે ઓબીસી (OBC) નેતાઓનું પ્રભુત્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. રાજ્યના ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)એ પોતાનું પ્રદેશ નેતૃત્વ ઓબીસી નેતાઓને સોંપ્યું છે, જે દર્શાવે છે કે રાજ્યની રાજનીતિ હવે ઓબીસી તરફ ઝુકી રહી છે.
- આપ (AAP): ઈસુદાન ગઢવી
- કૉંગ્રેસ: શક્તિસિંહ ગોહિલ (પૂર્વે જગદીશ ઠાકોર) / પૂર્વે અમિત ચાવડા
- ભાજપ (BJP): જગદીશ વિશ્વકર્મા
રાજ્યની મોટાભાગની વિધાનસભા બેઠકો પર ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે. ગુજરાતમાં 50 ટકા કરતાં પણ વધુ મતદારો ઓબીસી સમુદાયના છે, જેના કારણે ત્રણેય પક્ષોએ ઓબીસી નેતૃત્વ પર ભરોસો મૂક્યો છે.



















