(Source: ECI/ABP News/ABP Majha)
Pal Ambliya |સરકારે સહાયની જાહેરાત કરી પણ પાય આપી નથી..પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર..
ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી ઠેર ઠેર ધોધમાર વરસાદ ખાબક્યો છે, આ અતિવૃષ્ટિના કારણે કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વળી, ગુજરાતમાં ચોમાસા ઉપરાંત માવઠાથી પણ અનેક જિલ્લામાં નુકસાનીના આંકડા સામે આવ્યા હતા, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઇ રાહત કે સહાય ખેડૂતો સુધી પહોંચી નથી. આ બધાની વચ્ચે આ મહિનાના અંતમાં આવી રહેલી દિવાળી ટાણે જ ખેડૂતોના ઘરમાં હોળી જેવો માહોલ સર્જાયો છે. ગુજરાતમાં મગફળીથી લઇને કપાસ સહિતના પાકોમાં માવઠા અને અતિવૃષ્ટી બન્નેની અસર દેખાઇ રહી છે.
રાજ્યમાં ખેડૂતોની દયનીય સ્થિતિ પર કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. રાજ્યમાં કૃષિ પાકના નુકસાન લઈને કિસાન કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઇ રહી છે. કિસાન કોંગ્રેસના ચેયરમેન પાલ આંબલિયાના સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે, છેલ્લા બે-ચાર દિવસથી વરસેલા વરસાદે ખેડૂતોના સપના રોળ્યા છે. વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવ્યો છે. ખેડૂતોની આખા વર્ષની મહેતન પર પાણી ફરી વળ્યુ છે. ગુજરાતમાં મગફળી, કપાસ સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. રાજ્યમાં અતિવૃષ્ટીમાં 80 ટકા કપાસ નાશ પામ્યો છે, તો વળી, મગફળીના પાથરા, કપાસના જીંડવાને વધુ નુકસાના રિપોર્ટ છે.