Diu-Daman MP Umesh Patel: યુપી-બિહારના લોકોએ દીવ-દમણમાં સાંસદ ઉમેશ પટેલનો કર્યો વિરોધ
સંઘપ્રદેશ દીવ-દમણમાં થયો સાંસદ ઉમેશ પટેલનો વિરોધ.. દમણમાં રહેતા કેટલાંક ઉત્તર ભારતીયોએ સાંસદ ઉમેશ પટેલના પૂતળાનું દહન કરી નારેબારી કરી. અહીં રહેતા ઉત્તર ભારતીયોએ આરોપ લગાવ્યો કે ઉમેશ પટેલે યુપી-બિહારના અધિકારીઓ ચોરી કરીને IPS બને છે તેવું નિવેદન આપ્યું..અહીં રહેતા ઉત્તર ભારતીયોએ કહ્યું સાંસદ ઉમેશ પટેલે સોશિયલ મીડિયા પર આપેલું નિવેદન ફક્ત IAS, IPS અધિકારીઓનું અપમાન નથી, પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા મહેનતુ રાજ્યોના કરોડો યુવાનોનું પણ ઊંડું અપમાન છે. યુપી-બિહારના યુવાનો અને જનતાની સાંસદ ઉમેશ પટેલે તાત્કાલિક માફી માંગવી જોઈએ, નહીં તો આવનારા સમયમાં યુપી અને બિહારના લોકો પોતાના મતોની શક્તિ સાંસદ ઉમેશ પટેલને બતાવશે તેવી પણ ચીમકી તેમણે ઉચ્ચારી હતી. તો લોકોના રોષને જોતા સાંસદ ઉમેશ પટેલે માફી પણ માંગી..




















