Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી
લીલી ઝંડી બતાવી PM મોદીએ મેટ્રો ટ્રેનનું કરાવ્યું પ્રસ્થાન, ટ્રેનમાં કરી મુસાફરી
પીએમ મોદીએ આજે તેમના જન્મદિવસ પૂર્વે ગુજરાતને મોટી ભેટ આપી છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. આ સાથે તેઓએ ટ્રેનમાં પ્રવાસ પણ કર્યો. તેમની સાથે 150 લોકો પણ આ ટ્રેનના ઉદ્ધઘાટન સમયે પ્રવાસ કર્યો. ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી તેઓ મુસાફરી કરી,
ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ સમિટ અને એક્સ્પોનું પીએમ મોદીએ ઉદ્ધાટન કર્યું. આ અવસરે સમિટને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, એનર્જીના ફ્યુચર, ટેક્નોલોજી,પોલિસી પર ગંભીર ચર્ચા થશે. જે પણ વિચારીશુ માનવતા માટે ઉપયોગી બનેશ. દેશની જનતાએ સાત વર્ષ સુધી આ જ સરકાર પર વિશ્વાસ દેખાડ્યો, દેશના તમામ વર્ગોને અમારી સરકાર પર વિશ્વાસ છે. વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા દેશવાસીઓનો પ્રયાસ છે. ત્રીજી સરકારના 100 દિવસમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયાછે. દેશના ઝડપી વિકાસ માટેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. છેલ્લા 100 દિવસમાં 12 નવા ઈન્ડસ્ટ્રીયલ શહેરો બનાવવાના નિર્ણય લેવા. અને બાયો ઈ-3 પ્રોજેક્ટને મંજૂરી આપી છે.