Dinesh Bamaniya | ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોની રજૂઆત
દિનેશ બાંભણીયા સહિત 5 લોકોએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સમક્ષ રજુઆત કરી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સમક્ષ પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોએ રજૂઆત કરી. ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જૂનિયર અને સિનિયર કલાર્કની પરીક્ષાના પરિણામની વિસંગતતા મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કમલ દયાનીને રજૂઆત કરી. કમલ દયાનીએ ટેકનિકલ અને કાયદાકીય મુદ્દાઓ અંગે ચકાસણી કરવા બે દિવસનો સમય માગ્યો હતો. બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. જો બે દિવસમાં યોગ્ય નિરાકરણ ન આવે તો મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાશે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાથી વિવિધ સમાજોને સાથે રાખીને લડત આપવાની તૈયારી કરવામાં આવી છે....




















