Banaskantha News: બનાસ નદીનું જળસ્તર વધતા બનાસકાંઠાના કાકવાડાના ગ્રામજનોની મુશ્કેલી વધી
બનાસ નદીનું જળસ્તર વધતા બનાસકાંઠાના કાકવાડાના ગ્રામજનોની મુશ્કેલી વધી. વાલીઓ પોતાના બાળકોને ખભે બેસાડીને કમરસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. કોઈ વાલી પોતાના બાળકને ઉંચકીને નદી પાર કરાવી રહ્યા છે. પશુપાલન સાથે સંકળાયેલા લોકોને પણ માથે દૂધના વાસણ ઉપાડીને નદીમાંથી પસાર થવા મજબુર થવુ પડ્યું છે.. બનાસ નદીના સામેના છેડે કાકવાડા સહિત કેટલાક ગામડાઓ આવેલા છે.. ચોમાસામાં બનાસ નદીનું જળસ્તર વધતા ખેડૂતો, વિદ્યાર્થીઓ, પશુપાલકો અને એક ગામથી બીજા ગામે જતા ગ્રામજનો આ જ રીતે જીવના જોખમે નદી પાર કરવા મજબુર બન્યા છે. બીજી તરફ ગ્રામજનો વર્ષોથી બનાસ નદી પર પુલ બનાવવાની માગ કરી રહ્યા છે.. પરંતુ હજુ સુધી પુલ ન બનતા ગ્રામજનોને જોખમી રીતે નદીમાંથી પસાર થવા મજબુર બનવુ પડે છે..

















