Gujarat Rains Forecast: 4 સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જોર વધશે: વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલા વરસાદના માહોલ બાદ આગામી બે દિવસ માટે મેઘરાજા વિરામ લે તેવી સંભાવના છે. જોકે, હવામાન વિભાગ (IMD) એ 4 સપ્ટેમ્બરથી ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં આગામી 7 દિવસ હળવા થી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યમાં ચાર સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જોર વધશે. સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો 24 કલાક દક્ષિણના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી.. અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં સામાન્યથી 132 ટકાથી વધુ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી..
















