Gujarat Rain Update: ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ, ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લામાં વરસ્યો વરસાદ.. ખાંભા, બગસરા, ધારી, બગસરા, બાબરા સહિતના પંથકમાં પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો.. અસહ્ય ઉકળાટ બાદ ખાંભાના ગીર પંથકમાં વરસાદ વરસ્યો.. ખાંભાના લાસા, ધાવડીયા, ભાણીયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો
છોટા ઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ.. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો.. નસવાડી, ક્વાંટ, બોડેલી સહિતના ગ્રામ્ય પંથકમા પવન સાથે વરસાદ વરસ્યો.. ધોધમાર વરસાદને પગલે રોડ-રસ્તા પણ પાણી પાણી થયા.. ક્વાંટ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી.. પવન સાથે વરસેલા વરસાદથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા.. વૃક્ષો ધરાશાયી થતા ઝોઝ કેવડીનો રસ્તો પણ બંધ થયો છે.. વૃક્ષો હટાવવા વનવિભાગે કામગીરીમાં લાગ્યું છે.. બોડેલી પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો..
દાહોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં જામ્યો ચોમાસા જેવો માહોલ.. ગાજવીજ સાથે દાહોદ, છાપરી, જાલત, ગલાલીયાવાડ, રળીયાતી, રામપુરા,પુસરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ.. ધોધમાર વરસાદને લીધે કેટલાક સ્થળો પર તો વીજળી પણ પડવાની ઘટના બની.. મુવાલિયા ગામે વીજળી પડતા 30 વર્ષીય સંજયભાઈ અને તેમના સાત વર્ષના આયુષ નામના પુત્રનું મોત નિપજ્યુ.. જ્યારે દેસાઈવાડમાં લિટલ ફ્લાવર સ્કૂલની દીવાલ પણ ધરાશાયી.. જ્યારે સિંગવડ ફોરેસ્ટ ઓફિસના ગેટ પાસે વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થતા
બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં હળવા પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ. બોટાદ શહેરના પાળીયાદ રોડ, હવેલી ચોક,ટાવર રોડ સ્ટેશન, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.. વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી.
ડાંગ જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. સાપુતારા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. શનિવાર અને રવિવારની રજા હોવાથી ડાંગ પ્રવાસે આવેલા પ્રવાસીઓએ પણ વરસાદની મજા માણી.
















