Morbi Accident News: મોરબીના હળવદ નજીક વિદ્યાર્થીનીનું અકસ્માતમાં મોત
Morbi Accident News: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામ નજીક આજે શાળાએથી છૂટીને પોતાના ઘરે પરત જઈ રહેલી ચાર માસૂમ વિદ્યાર્થિનીઓને એક બેફામ ગતિએ દોડતા બુલેટચાલકે જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનામાં 11 વર્ષીય વિદ્યાર્થિની રોશની ઠાકોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે રહેલી અન્ય ત્રણ બાળકીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
પીડિત પરિવારોનો અત્યંત ગંભીર આરોપ છે કે બુલેટ ચાલક સંપૂર્ણપણે નશામાં ધૂત હતો અને તેણે ગફલતભરી રીતે વાહન ચલાવી બાળકીઓને અડફેટે લીધી હતી. આ કરૂણ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે રોષ ફાટી નીકળ્યો છે અને બાળકીના પરિવારે આરોપી ચાલક વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તીવ્ર માંગ કરી છે.



















