પાટણ યુનિવર્સિટીમાં મેડિકલ માર્ક કૌભાંડ મામલે વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ, જુઓ વીડિયો
પાટણ યુનિવર્સિટીના મેડિકલના પ્રશ્નપત્રના રી-ચેકિંગમાં કૌભાંડનો ખુલાસો થયો હતો. ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની વર્ષ 2018ની મેડિકલ પરીક્ષામાં ગોરખધંધાનો ખુલાસો થયો છે. ત્રણ નાપાસ વિદ્યાર્થીની ઉત્તરવહી બદલી ખોટી રીતે પાસ કરાયાનો તપાસ કમિટીનો અહેવાલ રજૂ કર્યો હતો. ABP અસ્મિતાને હાથ લાગેલ અહેવાલની આ નકલમાં સ્પષ્ટ રીતે લખાયું છે કે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ 2018માં લીધેલી MBBS ફર્સ્ટ યરની પરીક્ષામાં 3 નાપાસ વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાયા. યુનિવર્સિટીની તપાસ કમિટીના અહેવાલ મુજબ 3 નાપાસ વિદ્યાર્થીઓને રિ-એસેસમેંટમાં પાસ કરાયા.. તે પણ સપ્લિમેંટ્રી બદલીને. એટલે કે, નાપાસ થનાર વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં જે ઉત્તરવહીમાં લખાણ કર્યું હતું તે અને રિએસસમેંટમાં જોવા મળેલી ઉત્તરવહી અલગ છે. તપાસ કમિટીનો પ્રાથમિક અહેવાલ રજૂ કરાયો છે. આ મામલે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો