બક્ષીપંચ સમુદાયના બાળકો માટે સરકારે મોટો નિર્ણય કર્યો
બક્ષીપંચ સમુદાયના બાળકો માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. OBC સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા સરકારે સરળતા કરી આપી છે. જાતિ પ્રમાણપત્ર મેળવવા હવેથી રેવન્યૂ રેકર્ડને પુરાવા તરીકે માન્ય ગણાશે.પહેલી એપ્રિલ, 1978 પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો.પણ હવેથી રેવન્યુ રેકર્ડને પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે..વિધાનસભાની બક્ષીપંચ કમિટીની રજૂઆતને ધ્યાને લઇ સરકારે નિર્ણય કર્યો છે.
પછાત વર્ગના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઈની કામગીરી નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. વંચાણે લીધા ક્રમાંક ઉપરના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પ્રમાણપત્રોની ચકાસણીખરાઈ અર્થે રાજ્ય કક્ષાની વિશ્લેષણ સમિતિની રચના કરવામાં આવેલ છે. ઉપરના આ વિભાગના તારીખ 25/02/2022 ના પરિપત્રથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ કરવા બાબત અંગે જરૂરી સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.