Weather Forecast: 'ગુજરાતમાં હજુ ઠંડીનો ચમકારો રહેશે યથાવત...': હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં હજુ ઠંડીનો ચમકારો યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે. જે અનુસાર ઉત્તર પૂર્વીય પવનના કારણે હજુ ઠંડી રહેશે. આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડું રહ્યું. નલિયામાં 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. તો કંડલામાં 8 અને ડીસામાં 9 ડિગ્રી નોંધાયા. અમદાવાદમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે 17 ડિસેમ્બર પછી ઠંડીમાં ઘટાડો થશે અને થોડી રાહત મળશે. અંબાલાલ પટેલના મતે, 26 ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે.
'ગુજરાતમાં હજુ ઠંડીનો ચમકારો રહેશે યથાવત...' હવામાન વિભાગે કરી છે આ આગાહી. હવામાન વિભાગના અનુસાર, ઉત્તર પૂર્વીય પવનના કારણે હજુ ઠંડી રહેશે. આજે પણ કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુંગાર. નલિયામાં નોંધાયું 6 ડિગ્રી લઘુતમ તાપમાન. તો કંડલામાં 8 અને ડીસામાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું. જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું. જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે, 17 ડિસેમ્બર પછી ઠંડીમાં ઘટાડો થશે અને થોડી રાહત રહેશે. અંબાલાલ પટેલના મતે, 26 ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે. જેને લઈ 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે.