Gujarat Unseasonal Rain: આગાહી પ્રમાણે ગુજરાતમાં પડ્યું માવઠું, ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?
હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસ્યો કમોસમી વરસાદ. વલસાડ શહેરમાં પવન સાથે વરસેલા રસાદથી રોડ-રસ્તા પાણી પાણી થયા. સાંજના સમયે વરસાદી માહોલ જામતા વિઝિલિબિટી પણ ડાઉન થઈ.. જેથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો કમોસમી વરસાદને લીધે ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોની પણ ચિંતા વધી.
વલસાડના વાપીમાં પણ વાતાવરણમાં આવ્યો પલટો.. વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.. કમોસમી વરસાદને લીધે ખેતીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું.. વલસાડ-વાપી વચ્ચે નેશનલ હાઈવે પર પણ ધોધમાર વરસાદ વરસતા વિઝિબિલિટી ડાઉન થઈ.. ધોધમાર વરસાદને લીધે હાઈવે પર પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો..
ઉમરગામ તાલુકામાં પણ વરસ્યો કમોસમી વરસાદ.. ઉમરગામના નારગોલમાં ધોધમાર વરસાદ વરસતા પર્યકટો ભીંજાયા.. દિવાળી વેકેશનમાં મોટી સંખ્યામાં પર્યકો ઉમરગામ અને નારગોલના દરિયાકાંઠે પહોંચ્યા હતા.. જો કે અચાનકથી આવેલા વાતાવરણમાં પલટા બાદ વરસેલા વરસાદથી પર્યટકો વરસાદમાં પલળ્યા.. કપરાડામાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે..
ડાંગ જિલ્લાના આહવામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ.. આહવા વિસ્તારમાં વરસેલા કમોસમી વરસાદથી તૈયાર ડાંગર, વરાઈ,નાગલી અને કઠોળના પાકને ભારે નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે..
નવસારી શહેરમાં પણ ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ.. મંકોડીયા, જુના થાણા, સ્ટેશન રોડ, ડેપો સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.. તો ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા.. કમોસમી વરસાદને પગલે ડાંગર, ચીકુ જેવા પાકને પણ નુકસાન થવાની ખેડૂતોને ભીતી છે.
સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ.. જૂનાગઢના ચોરવાડ અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો.. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે વરસેલા વરસાદથી રોડ-રસ્તા પાણી પાણી થયા.. વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો. ખેતરમાં રાખેલા મગફળીના પાથરા પણ પલળી ગયા..




















