(Source: ECI/ABP News/ABP Majha)
Atal Bihari Vajpayee Death Anniversary 2024 | પૂર્વ PM અટલજીને PM મોદી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે છઠ્ઠી પુણ્યતિથિ છે. દેશ તેમને નમન કરી રહ્યો છે. આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિતના પીએમ મોદી સહિતના અન્ય નેતાઓ 'સદૈવ અટલ' પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તમામ નેતાઓએ 'અટલજી'ને યાદ કરીને ફૂલ અર્પણ કર્યા હતા.બીજેપીના અન્ય નેતાઓ અને મંત્રીઓની સાથે એનડીએના સાથી પક્ષોના નેતાઓ પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા.
16 ઓગસ્ટ 2018ના રોજ અવસાન થયું
1924માં ગ્વાલિયરમાં જન્મેલા વાજપેયી દાયકાઓ સુધી ભાજપનો ચહેરો હતા અને તેઓ પ્રથમ બિન કોગ્રેસી વડાપ્રધાન હતા જેમણે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો. વાજપેયીએ 16 મે 1996 થી 1 જૂન 1996 અને ફરીથી 19 માર્ચ 1998 થી 22 મે 2004 સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તેમણે વડાપ્રધાન મોરાજી દેસાઈની કેબિનેટમાં 1977 થી 1979 દરમિયાન ભારતના વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. 2018માં 16 ઓગસ્ટે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.