Bangladesh Crisis News: જગદગુરૂ રામભદ્રાચાર્યે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર PM મોદી પાસે કરી આ માંગણી
જગદગુરૂ રામભદ્રાચાર્યે બુધવારે (7 ઓગસ્ટ) બાંગ્લાદેશના મુદ્દે એક નિવેદન આપ્યું હતું. જગતગુરુ રામભદ્રાચાર્યએ તેમના નિવેદનમાં બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંકટ વચ્ચે હિન્દુઓની સ્થિતિનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, 'બાંગ્લાદેશમાં હિંદુઓ પર નિર્દયતાથી અત્યાચાર થઈ રહ્યો છે. આ કોઈપણ રીતે સહન કરી શકાય નહીં.
જગદગુરુ રામભદ્રાચાર્યે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ભારત સરકારને અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું, 'બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘર સળગાવવામાં આવી રહ્યા છે. અમારી માસૂમ દીકરીઓની આબરૂ સાથે રમત રમાઈ રહી છે. બળાત્કાર થઈ રહ્યો છે અને મંદિરોને આગ લગાડવામાં આવી રહી છે. હું આનાથી ખૂબ જ દુઃખી છું.
તેમણે કહ્યું, 'હું ભારત સરકારને કહીશ કે હિન્દુઓની ચિંતા કરે. હું ખાસ કરીને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશના આ કૃત્ય પર હસ્તક્ષેપ કરવા માટે કહીશ. બાંગ્લાદેશે એ ન ભૂલવું જોઈએ કે બાંગ્લાદેશની રચના ભારતની મદદથી જ થઈ હતી. હું તમામ હિન્દુઓને અપીલ કરું છું કે તમામ મતભેદો ભૂલીને હિંદુત્વની રક્ષા માટે આગળ આવે.