Kurnool Highway Tragedy: હૈદરાબાદ-બેંગ્લુરુ હાઈવે પર અકસ્માત બાદ બસમાં લાગી ભીષણ આગ
શુક્રવારે 24 ઓક્ટોબર હૈદરાબાદ-બેંગલુરુ હાઇવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો. કુર્નૂલ જિલ્લાના કલ્લુર મંડલના ચિન્નાટેકપુર વિસ્તારમાં એક બસમાં આગ લાગી ગઈ, જેના કારણે અનેક લોકોના મોત થયા. અકસ્માત એટલો ગંભીર હતો કે થોડીવારમાં જ બસ સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ. જોકે, આગ પર હવે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
પ્રારંભિક માહિતી અનુસાર, કાલેશ્વરમ ટ્રાવેલ્સની બસ બેંગલુરુ-હૈદરાબાદ હાઇવે પર એક મોટરસાઇકલ સાથે અથડાઈ હતી, જેના કારણે ભીષણ આગ લાગી હતી. પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માત સમયે ડ્રાઇવર અને ક્લિનર સહિત કુલ 42 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં 15 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બસ અકસ્માતમાં ઘણા લોકોના મોતની આશંકા છે. જોકે, ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે.




















