કોરોનાની મહામારી સમયે રસોઇ કરતાં પહેલા અને બાદ આ વસ્તુનું અવશ્ય ધ્યાન રાખજો, વાયરસથી બચી શકાશે
કોરોનાની મહામારીએ હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ સ્થિતિમાં કોવિડ-19ના લઇને રોજ નવી નવી જાણકારી સામે આવે છે. જેને લઇને સતર્ક રહેવું જરૂરી છે. હાલ થોડા સમય પહેલા રિસર્ચર્સ દ્વારા એવું તારણ સામે આવ્યું કે, કોવિડ-19 વાયરસ હવાથી ફેલાઇ છે. તેના પુરાવા પણ સંશોધકો રજૂ કર્યાં છે. અહીં સવાલ એ પણ થાય કે શું ખાવા-પીવાની ચીજોથી પણ કોવિડ-19ની ફેલાઇ છે? કોવિડના સંક્રમણને રોકવા માટે કેટલીક વાતોનું ધ્યાન આપવું જરૂરી છે. જેમકે કિચન પ્લેટફોર્મને અને વાસણને સારી રીતે સાફ કરો. કિચનને સ્વચ્છ રાખો, તેને કોક્રોચ વગેરેથી દૂર રાખો. મોટા ભાગે સૂક્ષ્મ જીવ કોઇ બીમારી નથી ફેલાવતા જો કે તેમાંથી કેટલાક એવા ખતરનાક જીવો પણ છે, જે બીમારી ફેલાવી શકે છે. આ સૂક્ષ્મ જીવ આપણા હાથ, સાફ સફાઇમાં કામ આવતા કપડાં અને વાસણમાં મોજૂદ હોય છે. જો ખાવાની વસ્તુ સાથે તેનો જરા પણ સંપર્ક થાય તો તેનાથી બિમારી ફેલાઇ શકે છે. કાચા ભોજનને પકાવેલા ભોજનથી દૂર રાખો, કાચું ભોજન ખાસ કરીને માંસ, સી ફૂડમાં એવા ખતરનાક સૂક્ષ્મ જીવો હોય છે, જે કૂકિંગ દરમિયાન અન્ય ફૂડને પણ સંક્રમિત કરે છે. ખાસ કરીને સી ફૂડ, ઇડાં, પોલ્ટ્રી ઉત્પાદને સારી રીતે પકાવવું જરૂરી છે. સૂપને 70 ડિગ્રી તાપમાને ઉકાળો.. રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, જો ભોજનને સારી રીતે એટલે કે 70 ડિગ્રી સેલ્શિયસ તાપમાનથી પકવવામાં આવે તો તેનાથી બધાજ સૂક્ષ્મ જીવ સંપૂર્ણ રીતે નષ્ટ થઇ જાય છે. પકાવેલા ભોજનને રૂમ ટેમ્પરેચરમાં 2 કલાકથી વધુ ન રાખો.. ઝડપથી ખરાબ થઇ જનાર પકાવેલ ભોજન 5 ડિગ્રી સેલ્શિયસથી ઓછા તાપમાને ફ્રીઝમાં રાખો. પકાવેલ ફૂડને રૂમ ટેમ્પરેચરમાં વધુ સમય રાખવાથી તેમાં સૂક્ષ્મજીવ ઝડપથી વિકસિત થાય છે. ફળ અને શાકભાજીમાં સૂક્ષ્મ જીવો હોય છે. જેને ધોઇ અને છાલ ઉતારવીને ઉપયોગ કરવાથી સૂક્ષ્મજીવોથી બચી શકાય છે.