Indus waters treaty Meeting : સિંધુ જળ સંધિ અંગે આજે દિલ્હીમાં મળશે મહત્વની બેઠક
Indus waters treaty Meeting : સિંધુ જળ સંધિ અંગે આજે દિલ્હીમાં મળશે મહત્વની બેઠક
સિંધુ જળ સંધિ અંગે આજે દિલ્હીમાં મળશે મહત્વની બેઠક.. પહલગામ આતંકી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સિંધુ જળ સંધિ મુલતવી રાખવાનો નિર્ણય પણ સામેલ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1960 થી સિંધુ જળ સંધિ અમલમાં છે. સિંધુ નદીને પાકિસ્તાનની જીવાદોરી માનવામાં આવે છે. ભારત સરકારે પાકિસ્તાનને ઔપચારિક પત્ર લખીને 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાણ કરી છે. આ જળ સંધિને લઈને ભારતે પાકિસ્તાનને ચિઠ્ઠી પણ લખી છે..





















