(Source: ECI/ABP News/ABP Majha)
J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં 3 એન્કાઉન્ટરમાં લશ્કર એ તૈયબાના કમાન્ડર ઉસ્માન સહિત 3 ઠાર
જમ્મુ કાશ્મીરમાં આતંક સામે સેનાનું મોટું ઓપરેશન. 36 કલાકમાં ત્રણ એનકાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા. પ્રથમ એન્કાઉન્ટર શ્રીનગરમાં થયું, બીજું અનંતનાગમાં અને ત્રીજું બાંદીપુરાના પન્નરમાં. શ્રીનગરના ખાનિયાર વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાના અહેવાલ મળતા સુરક્ષા દળ સર્ચ અભિયાન શરૂ કર્યું. જેમાં વિસ્તારની ઘેરાબંધી પણ કરવામાં આવી. આ સમયે આતંકીઓએ સુરક્ષા દળો પર ફારિંગ શરૂ કર્યું. જો કે સેનાના જવાનોએ મોર્ચો સંભાળ્યો અને વળતો જવાબ આપ્યો. સાથે જ જે ઘરમાં આતંકવાદીઓ છુપાયેલા હતા એ ઘરને આગ લગાવી દેવામાં આવી, જેમાં લશ્કરે તૈયાબાનો પાકિસ્તાની કમાન્ડર ઉસ્માન ઉર્ફ છોટા વલીદ ઠાર કરાયો. જ્યારે ચાર જવાનો ઇજાગ્રસ્ત થયા. તો આ તરફ દક્ષિણ કશ્મીરના અનંત નાગમાં પણ એન્કાઉન્ટર થયું. શાંગસ લારનું વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ જેમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. તો એમશોર અને એકે રાઈફલ ગ્રેનેડ અને ત્રણ આઈડી સહિત મોટી માત્રામાં હથિયારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. બંને આતંકવાદી પ્રવાસીઓ પર હુમલા સહિત અનેક આતંકી હુમલામાં સામેલ હતા. જમ્મુ કાશ્મીરમાં ત્રણ જગ્યાએ એનકાઉન્ટરની ઘટના એન્કાઉન્ટર કરવામાં આવ્યું. આતંકવાદીઓએ ઘોષણ ખોરી કરી હતી જ્યાં આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. સાથે જ મોટી માત્રામાં હથિયારો પણ ઝાડપી પાડવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સેનાએ સર્ચ ઓપરેશન કર્યું હતું અને ત્યારબાદ એન્કાઉન્ટર કરવામાં આવ્યું. ત્રણ જગ્યાએ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. તારીખ બીજી નવેમ્બર. રોજ ત્રણ જગ્યાએ જમ્મુ કાશ્મીરના પન્નૂર, અનંતનાગ અને શ્રીનગર આ ત્રણ જગ્યાએ એન્કાઉન્ટરમાં આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.