Kanpur Train Accident | અકસ્માત બાદ યાત્રિઓને લઈ જવા માટે કરાઈ મેમો ટ્રેનની વ્યવસ્થા Watch Video
વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને ગંભીર અકસ્માત નડ્યો છે. સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ખરી પડ્યા છે. આ ઘટના કાનપુર અને ભીમસેન સેક્શનના ગોવિંદપુરી સ્ટેશન નજીક બની છે. ટ્રેન દુર્ઘટના બાદ યાત્રિઓ માટે મેમો ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી...
ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાનો મામલો સામે આવ્યો છે. દુર્ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. જો કે કાનપુરથી મુસાફરોને લઈ જવા માટે બસો મોકલવામાં આવી છે.
ગોવિંદ પુરીની સામે હોલ્ડિંગ લાઇન પર સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતાં ગભરાટ ફેલાયો હતો. ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જેમાં સાત એસી કોચ, આઠ સ્લીપર કોચ અને બાકીના જનરલ કોચનો સમાવેશ થાય છે. સાબરમતી એક્સપ્રેસ વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી તે સદનસીબે રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.