Cyclone Dana Threat : વાવાઝોડું દાના ગુરુવારે થશે લેન્ડફોલ, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
Cyclone Dana: પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું છે. મંગળવારે સવાર સુધીમાં તે ડીપ પ્રેશર એરિયામાં અને બુધવારે ચક્રવાતમાં ફેરવાઈ જશે. ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઈને તે 24 ઓક્ટોબરની સવારે બંગાળની ઉત્તર ખાડી સુધી પહોંચશે.
આ પછી તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને ઓડિશાના પુરી અને બંગાળના સાગર દીપપુંજની વચ્ચે 24મી રાત્રે અથવા 25મી ઓક્ટોબરની સવારની વચ્ચે દરિયાકિનારા સાથે ટકરાશે. દરમિયાન પવનની ઝડપ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તેની અસરના કારણે 23 ઓક્ટોબરથી જ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ થશે.
ઓડિશા અને બંગાળ સરકારે એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગે 24 અને 25 ઓક્ટોબરે સંબંધિત વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક હોય ત્યારે તેને ચક્રવાત કહેવામાં આવે છે. જ્યારે પવનની ઝડપ 90 થી 120 કિમી પ્રતિ કલાક હોય ત્યારે તેને ગંભીર ચક્રવાત કહેવામાં આવે છે.
![New Delhi Railway Station stampede : નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ , 18 લોકોના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/893e721a16c86319c65756400e0adcf0173967525160073_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Prayagraj Accident: પ્રયાગરાજમાં ભયાનક અકસ્માત, 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/15/63c7fd098c97e5bc7578125402a6267217395987798591012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Opposition Protests In Parliament : ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભામાં બંને સ્થગિત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/749b6a373957091acf4e1a56560ca7a0173942846856573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Mahakumbh 2025: મહાકુંભમાં મહાસ્નાન | Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/e6b5fe062756fb4893216e5717e985431739340405647722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Delhi-Ahmedabad Flight News:પાંચ મિનીટ પહેલા જ ફ્લાઈટ રદ્દ થઈ જતા પેસેન્જર્સ થયા લાલઘુમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/1c00188af8ff9845061268f9a092b0a71739330203908722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)