MEA Press Conference: ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો: MEA
ગુરુવારે (8 મે, 2025) ના રોજ ઓપરેશન સિંદૂર પર વિદેશ મંત્રાલય દ્વારા બીજી પ્રેસ બ્રીફિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રેસ બ્રીફિંગમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશી ઓપરેશન સિંદૂર સંબંધિત નવી માહિતી આપી રહ્યા છે.
વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં કોઈપણ પાકિસ્તાની લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. અમે પાકિસ્તાનને પહેલાથી જ ચેતવણી આપી દીધી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેનાએ ભારતના 15 લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. બદલામાં, લાહોરની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો.





















