Mumbai Rain News : મુંબઈ ડૂબ્યું, હજુ 48 કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ
મુંબઈમાં ભારે વરસાદ બાદ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન, BMC એ શાળાઓ અને કોલેજોમાં બપોરના સત્ર માટે રજા જાહેર કરી છે. લોકોને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
આર્થિક રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદને કારણે હાલત ખરાબ છે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના રેડ એલર્ટનો અર્થ એ છે કે આગામી સમયમાં ગંભીર અથવા અત્યંત ખતરનાક હવામાન પરિસ્થિતિ સર્જાઇ શકે છે. લોકોએ રેડ એલર્ટમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. મહત્વપૂર્ણ મુદ્દાઓ
હવામાન વિભાગે મુંબઈ અને થાણે માટે આગામી 48 કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સવારે ૧૧ વાગ્યાની આસપાસ જાહેર કરાયેલા બુલેટિન મુજબ, થાણે, મુંબઈ, રાયગઢ, રત્નાગિરિ, પુણે, કોલ્હાપુર અને સતારા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવાર અને મંગળવારે સિંધુદુર્ગ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




















