Narendra Modi Speech | PM તરીકે પસંદગી બાદ શું આપ્યું મોટું નિવેદન?
PM Modi Speech | શુક્રવારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સંસદના સેન્ટ્રલ હોલમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAના નવા ચૂંટાયેલા સાંસદોની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠક બાદ એનડીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીએ સભાને સંબોધી અને સહયોગી પક્ષોનો આભાર માન્યો હતો. એનડીએના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી માટે સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. તેઓ દેશના બીજા નેતા બનશે જે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ પહેલા આ રેકોર્ડ પંડિત જવાહર લાલ નેહરુના નામે હતો. પીએમ પદના શપથ લેતાની સાથે જ મોદી આ રેકોર્ડની બરાબરી કરશે.





















