Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ, નવ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ
દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ. આકાશમાંથી અગનજ્વાળાઓ વરસતા અનેક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી પર પહોંચ્યો છે. સમગ્ર ઉત્તર ભારત પર ગરમીનું મોજું ફરી વળ્યું છે. ગરમ પવનો અને લૂને કારણે લોકોના હાલ બેહાલ થયા છે. યૂપીના આગ્રામમાં પારો 46.9 ડિગ્રીને પાર થતા દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. રાજસ્થાનના બાડમેર અને પંજાબના કેટલાક શહેરોમાં ગરમી ભઠ્ઠીમાં ફેરવાયા હોય તેવો મહોલ સર્જાયો છે. તેમાં પણ પંજાબના સમરાલામાં ગરમીએ 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. હાલ તાપમાન 46.3 ડિગ્રી નોંધાયું છે. તો બીજી તરફ ચંદીગઢમાં 44.5 ડિગ્રીતાપમાન નોંધાયું છે.
દેશમાં આગામી ચાર દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો 9 રાજ્યોમાં પાંચ દિવસ હીટવેવનું એલર્ટ અપાયું છે. જેમાં દિલ્લી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. શુક્રાવેરા આ રાજ્યોમાં તાપમાનનો પારો 43થી 46 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. કાળઝાળ ગરમીના કારણે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. બોપોરના સમયે રસ્તાઓ સૂમસામ રહે છે.