Raghavji Patel : માવઠાથી થયેલા નુકસાનના સર્વેને લઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન
Raghavji Patel : માવઠાથી થયેલા નુકસાનના સર્વેને લઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન
રાજ્યના કેટલાય જિલ્લાઓમાં માવઠાની સ્થિતિને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં છેલ્લા ૧૫ દિવસથી માવઠા થઇ રહ્યા છે. ખેડૂતોએ ઉનાળામાં જે પાકોનું વાવેતર કર્યું છે તેમાં આ માવઠાંને કારણે નુકસાન થયુ છે કે કેમ તે અંગેની સર્વેની સૂચનાઓ આપવામાં આવી. દરેક માવઠાંગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લાકક્ષાએથી નુકસાનીની વિગતો એકત્ર કરવા સર્વે કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. .આ સર્વેની વિગતો રાજ્યકક્ષાએ પહોંચ્યા બાદ તે અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં એક તરફ માવઠા એટલે કે કમોસમી વરસાદ પડી રહ્યો છે, બીજી તરફ સંભવિત વાવાઝોડાની સિસ્ટમ તૈયાર થવા અંગે અહેવાલો પ્રગટ થઈ રહ્યા છે અને સ્થાનિક કક્ષાએ આવી પડનારી સ્થિતિઓ સંબંધે કેટલીક તૈયારીઓ ચાલી રહી છે. એ દરમ્યાન આજે કૃષિમંત્રી રાઘવજી પટેલએ માવઠા અંગે સર્વે માટેની સૂચનાઓ આપવામાં હોવાનું જણાવ્યું છે, રાઘવજી પટેલે કહ્યું કે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં માવઠાંનો માર પડી રહ્યો છે. ખેડૂતોએ ઉનાળામાં જે પાકોનું વાવેતર કર્યું છે તેમાં આ માવઠાંને કારણે નુકસાન થઈ રહ્યું છે. આ સંબંધે દરેક માવઠાંગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લાકક્ષાએથી નુકસાનીની વિગતો એકત્ર કરવા સર્વે કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. આ સર્વેની વિગતો રાજ્યકક્ષાએ પહોંચ્યા બાદ તે અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.



















