Kadi By Election Voting Update: કડીમાં મતદાનને લઈ કોંગ્રેસના ભાજપ પર ગંભીર આરોપ
Kadi By Election Voting Update: કડીમાં મતદાનને લઈ કોંગ્રેસના ભાજપ પર ગંભીર આરોપ
પેટા ચૂંટણીમાં આચાર સંહિતાના ઉલ્લંઘન અંગે કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ. કડી વિધાનસભામાં મતદાતાઓને લોભાવવા ભોજન સમારંભોનું આયોજન . થોળ સહિતના ગામોમાં ભાજપના ઉમેદવારને મત આપવા આવતા મતદાતાઓ માટે ભોજન સમારંભ ગોઠવાયો હોવાના આક્ષેપ. વિસાવદરમાં ભાજપ ઉમેદવાર કમળના ચિન્હ સાથે મતદાન મથકમાં જતા ફરિયાદ કરાશે . ભાજપના આગેવાનોને વિધાનસભા વિસ્તારમાં રહેવા દેવાયા જ્યારે કોંગ્રેસના આગેવાનોને બહાર કાઢી મૂકવા સંદર્ભે પણ કોંગ્રેસની નારાજગી. આચાર સંહિતા ભંગ બદલ કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરી.
કડીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 36 ટકા મતદાન
હાલના સમાચાર પ્રમાણે અત્યાર સુધીમાં કડીમાં 39 ટકા મતદાન છે. વરસાદી માહોલના કારણે શરૂઆતમાં કડીમાં મતદાન ધીમું રહ્યું છે. મોટી સંખ્યામાં મહિલા મતદારો મતદાન કરવા પહોંચ્યા હતા.




















