શોધખોળ કરો
મહેસાણાના આ ગામમાં તમામ લોકો બંન્ને ટાઇમ એક જ રસોડે જમે છે, કેવી રીતે કરાય છે વ્યવસ્થા?, જુઓ વીડિયો
સામૂહિક ભોજન સામાન્ય રીતે કોઈ પ્રસંગમાં થતું હોય છે પરતું મહેસાણા જિલ્લામાં એક એવું ગામ છે કે જ્યાં રોજ સામૂહિક ભોજન થાય છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ચાંદણકી ગામમાં વર્ષોથી બપોર સાજ ગામના દરેક લોકો એક સાથે જમે છે. ગામમાં કુલ 150 કરતાં વધુ પરિવાર રહે છે જેની કુલ વસ્તી 1100 ની છે જોકે ધંધા રોજગાર અને નોકરીના કારણે આ ગામના મોટાભાગના લોકો બહાર રહે છે અને ગામમાં માત્ર 100 જેટલા વૃદ્ધ જ રહે છે જેઓ ગામ રહી ખેતી કરે છે ત્યારે આ તમામ લોકોને જમવામાં કોઈ તકલીફ ન પડે અને ગામ આખું એક સાથે રહે તે માટે એક સામૂહિક રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ગામના દરેક લોકો બપોર અને સાંજ એમ બન્ને ટાઈમનું ભોજન એક સાથે લે છે. ગામમાં કોઈ મહેમાન આવ્યું હોઈ તો પણ તેનું જમવાનું ગામના જ રસોડામાં થાય છે અને સાથે જમે છે પહેલા મહિલાઓ અને ત્યાર બાદ પુરુષો ભોજન લે છે
આગળ જુઓ




















