Dharoi Dam : ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં સાબરમતીમાં આવ્યું પૂર, જુઓ અહેવાલ
Dharoi Dam : ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં સાબરમતીમાં આવ્યું પૂર, જુઓ અહેવાલ
ઉપરવાસથી પાણીની ભરપૂર આવકથી મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમની જળસપાટી સતત વધી રહી છે.. 61 હજાર 250 ક્યુસેક પાણીની આવક થતા ડેમના ચાર દરવાજા 9.25 ફુટ અને એક દરવાજો ચાર ફુટ ખોલીને ડેમમાંથી 52 હજાર 83 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.. ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે.. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા મહેસાણાના વિજાપુર નજીકથી પસાર થતી સાબરમતી નદી પણ બેકાંઠે વહી રહી છે.. સાબરમતી નદીનું જળસ્તર વધતા વિજાપુર-હિંમતનગર હાઈવે પર સાબરમતી નદીના પુલ પર વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે.. અમદાવાદના વાસણા બેરેજનાા 27 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.. વાસણા બેરેજમાંથી પાણી છોડાતા નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે..





















