Rajkot News : રાજકોટમાં અચાનક ઢળી પડ્યા બાદ શ્રમિકનું મોત
Rajkot News : રાજકોટમાં અચાનક ઢળી પડ્યા બાદ શ્રમિકનું મોત
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લોકોના અચાનક મોત થવાની કિસ્સા વધી રહ્યા છે. ત્યારે આજે આ પ્રકારનો કેસ રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટના જેતપુર નજીક એક શ્રમિક અચાનક ઢડી પડ્યા. ગઢની રાંગ નજીક શ્રમિક ઓચિંતા જ ઢડી પડ્યા. 54 વર્ષીય સીતારામ નામના વ્યક્તિને તબીબોએ મૃત જાહેર કર્યા છે. 54 વર્ષીય વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત થવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જેતપુર ઉદ્યોગ નગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી. નોંધનીય છે કે, કોરોના બાદ અચાનક મૃત્યના કેસો વધી રહ્યા છે. બાળકો પણ હાર્ટ અટેકનો શિકાર બની રહ્યા છે. જુઓ સંપૂર્ણ અહેવાલ




















