Rajkot Farmer | ધોરાજીમાં ખેડૂતોની હાલત કફોડી, મગફળીના પાથરા ફેરવવા મજૂર ન મળતા હાલાકી
રાજકોટ જિલ્લામાં પાછોતરો વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાક મગફળીના પાથરા પાણીમા ગરકાવ થઈ જતા પાથરા બંગડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યાર બાદ વરસાદે વિરામ લેતા દિવાળીના ત્યોહારને લઈ હવે પાથરા ફેર બદલ કરવા મજુર ન મળતા ખેડૂતોની હાલત ફરી કફોડી બની છે.
રાજકોટના ધોરાજીમાં ખેડૂતો ફરી મૂકાયા છે મુશ્કેલીમાં. મગફળીના પાથરા ફેરબદલ કરવા મજૂર ન મળતા હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની. પાછોતરા વરસાદે ખેડૂતોનો મગફળીનો પાક બરબાદ કર્યો છે.. ત્યારે હવે દિવાળી બાદ ખેતરમાં પડેલા પાથરા ફરજીયાત ફેરવાના હોઈ ત્યારે ખેડૂતોને મજૂર નથી મળી રહ્યા. ખેડૂતોનો દાવો છે કે 400 રૂપિયા આપવા છતાં પણ મજુર કોઈ કામ માટે આવવા તૈયાર નથી. જેને લઈ ના છૂટકે ખેડૂતો પરિવાર સાથે હાલ મગફળીના પાથરા ફેરવી રહ્યો છે.. એટલું જ નહીં ખેડૂતોનો દાવો છે કે. સરકારે સહાય તો જાહેર કરી છે... પરંતુ હજુ સુધી સહાય મળી નથી. ત્યારે ઝડપથી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માગ છે..