Jatashankar Mahadev Junagadh: શ્રાવણના અંતિમ દિવસે જટાશંકર ખાતે દર્શને ગયેલા શ્રદ્ધાળું ફસાયા
Jatashankar Mahadev Junagadh: શ્રાવણના અંતિમ દિવસે જટાશંકર ખાતે દર્શને ગયેલા શ્રદ્ધાળું ફસાયા
જૂનાગઢના જટાશંકર ખાતે પ્રવાસીઓ ફસાયા હતા. જંગલના રસ્તે પાણી ફરી વળતા પ્રવાસી ફસાયા. વન વિભાગની ટીમે તમામને રેસ્ક્યૂ કરીને કાઢ્યા બહાર. કોઝવે પર પણ ફરી વળ્યા પાણી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ હોવાથી શ્રદ્ધાળુઓ જટાશંકર ખાતે દર્શન માટે આવ્યા હતા. જોકે, ગિરનાર ખાતે ભારે વરસાદને પગલે વરસાદી પાણીમાં પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. આ અંગે જાણ થતાં વનવિભાગે સતર્કતા સાથે રેસ્ક્યુ કરી બહાર લાવ્યા હતા.
ગિરનાર જટાશંકર ખાતે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે પ્રવાસીઓની ભીડ ઉમટી હતી. જંગલના રસ્તે વરસાદી પાણી ફરી વળ્યા. કોઝવે ઉપર પાણી આવતા અવરજવર અટકી. વનવિભાગે ઝડપી કાર્યવાહી કરી બચાવ કામગીરી હાથ ધરી. તમામ પ્રવાસીઓને હેમખેમ સુરક્ષિત બહાર લાવવામાં આવ્યા.





















