Khodaldham Kagvad Padyatra : મતભેદો થશે, મનભેદ ક્યારેય ન કરતાં, પદયાત્રામાં નરેશ પટેલની અપીલ
Khodaldham Kagvad Padyatra : મતભેદો થશે, મનભેદ ક્યારેય ન કરતાં, પદયાત્રામાં નરેશ પટેલની અપીલ
કાગવડ ખોડલધામ ખાતે પ્રથમ નોરતે પદયાત્રા યોજાઈ . કાગવડ થી ખોડલ ધામ સુધી ની ખોડલ ધામ ચેરમેન નરેશ પટેલ ની અધ્યક્ષતા મા વિશાળ પદ યાત્રા યોજાઈ . પદયાત્રા મા રાજકીય આગેવાનો પણ જોડાયા. વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા..ભરત સુતરીયા અમરેલી સાંસદ કૌશિક વેકરીયા અમરેલી ધારાસભ્ય, જે વી કાકડિયા ધારાસભ્ય ધારી, રમેશ ટીલાળા ધારાસભ્ય રાજકોટ રહ્યા ઉપસ્થિત. કાગવડ ખોડલ ધામ મા પદયાત્રા સાથે ધર્મ સભાં પણ યોજાઈ. ખોડલધામાં યોજાયેલ સભામાં નરેશ પટેલનું નિવેદન. ખોડલધામ ના મંચ ઉપર ક્યારે રાજકારણ કરવું નથી. વ્યવહાર આપણે ભાઈ ચારાનો બનાવી રાખવાનો છે. આ મંચ ઉપર ક્યારે રાજકારણ આવવા ન દેતા. ચૂંટણી તો આવશે અને જશે,મત ભેદો થશે મનભેદો ક્યારે ન કરવા અપીલ કરી. 2017 પછી મોટા કાર્યક્રમો આપણે કર્યા નથી. 2027 માં આપણે દીસપ્તાપદી. મહોત્સવ આયોજન કરીશું,,આ કાર્યક્રમ 3 થી 5 દિવસ સુધીનો રાખીશું. અનેક કાર્યક્રમોમાં લોકોએ પોતાના વિચાર રજૂ કરવા,કર્યું નરેશ પટેલ આહવાન . પદયાત્રાના અદભુત ડ્રોન વિડિઓ પણ આવ્યા સામે .




















