(Source: ECI/ABP News/ABP Majha)
Kshatriya Andolan Part 2 | રૂપાલા સામે રાજકોટથી ક્ષત્રિય આંદોલન પાર્ટ-2ની શરૂઆત
Kshatriya Andolan Part 2 | રાજકોટ પેલેસ રોડ પર આવેલા આશાપુરા મંદિર ખાતેથી ધર્મરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આગામી સમયમાં સૌરાષ્ટ્રના ગામેગામ કઈ રીતે લડત કરવામાં આવશે. તે બાબતે સંકલન સમિતિના અગ્રણીઓ મીડિયાને સંબોધન કર્યું હતું.આ સમયે રાજકોટ આશાપુરા મંદિર ખાતેથી ધર્મરથ નિકળ્યો હતો.
આ ધર્મરથ રાજકોટ લોકસભા મત વિસ્તારના ગામેગામ ફરશે. આજે રાજકોટ થઈને ધર્મરથ વાંકાનેર ના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં ફરશે. આ સમયે ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સમયે ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે અસ્મિતાની લડાઈને લઈને ધર્મરથ ફરશે અને ભાજપ વિરોધી પ્રચાર કરશે.રાજપૂત સમાજના અગ્રણી રમજુભા જાડેજા નું નિવેદન આપ્યું હતું.રમજૂભા જાડેજા એ કહ્યું અમારી અસ્મિતાની લડાઈ ચાલુ રહેશે.આ અમારી સામાજિક લડાઈ છે કોઈ રાજકીય લડાઈ નથી. આ સમય રાજપૂત સમાજના અગ્રણી પીટી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ જણાવ્યું હતું કે આ ધર્મ રદ રાજકોટ લોકસભા મત વિસ્તારના ગામેગામ થશે અને અસ્મિતાને લડાઈ નો પ્રચાર કરશે.