Amreli Protest : અમરેલીમાં લોકો ઉતર્યા રસ્તા પર, MLA આવ્યા સમર્થનમાં, શું છે મામલો?
Amreli Protest : અમરેલીમાં લોકો ઉતર્યા રસ્તા પર, MLA આવ્યા સમર્થનમાં, શું છે મામલો?
અમરેલીમાં મહીપરી યોજનાની લાઈનમાં મીટર નાખવાની હિલચાલનો વિરોધ થયો હતો. પીપાવાવ પોર્ટે મીટર મુકવાની કામગીરી કરતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. દેવપરા, ભેરાઈ, રામપરા સહિતના ગામના લોકોએ કર્યો વિરોધ. સ્થાનિકોના સમર્થનમાં MLA હીરા સોલંકી પણ પહોંચ્યા હતા. પીપાવાવ પોર્ટે રામપરા સહિતના ગામોને લીધા છે દત્તક. ધારાસભ્ય હીરા સોલંકીએ અધિકારીઓને આપી સૂચના. સંપ નાખવા માટેની કામગીરી કર્યા બાદ મીટર લગાવવાની સૂચના આપી હોવાનું હીરા સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. એટલું જ નહીં, ગ્રામજનોને પણ હીરા સોલંકીએ ચિંતા ન કરવા જણાવ્યું હતું તેમજ આવેદન પત્ર સાથે ગાંધીનગર રજૂઆત કરશે તેવી હૈયાધારણા પણ લોકોને આપી હતી.




















