Amreli Rain : અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે વરસાદ, જુઓ અહેવાલ
Amreli Rain : અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે વરસાદ, જુઓ અહેવાલ
અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ. જાફરાબાદ અને રાજુલાના ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ. જાફરાબાદ, બાબરકોટ, મિતિયાળા, નાગેશ્રીમાં વરસાદ . રાજુલાના કાતર ડુંગર સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ. અમરેલીના ખાંભા પંથકમાં વરસાદી માહોલ. ચોત્રા, બારમણ, ડેડાણ, ત્રાકુડામાં વરસાદ. ચોત્રા ગામની બજારોમાં વહેતા થયા પાણી. મધ્ય ગીરમાં આવેલા તુલસીશ્યામનો નયનરમ્ય નજારો. ચોમાસામાં તુલસીશ્યામ તીર્થધામનું સોંદર્ય ખીલી ઉઠ્યું. તુલસીશ્યામ મંદિરનો નયનરમ્ય આકાશી નજારો. વરસાદી માહોલ વચ્ચે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા.
ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આજે ગીર સોમનાથ, દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને કારણે રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જુઓ અહેવાલ..




















